12 - છેક પછી છેક / દિલીપ જોશી


છેક પછી છેક પછી છેક પછી છેક
બોલું નહીં ને તોય પડઘાનો વેશ ધરી
ઓછાયા આછરે અનેક...

ડાળીધુમ્મટ ઘેનચકરાવે કલબલતો
અંદરથી આછેરો કંપ
ચરણોત્સુક કેડીએ ધોધ થઇ માર્યો રે
અલાબેડી આંખડીમાં જંપ
ભાતીગળ ભોમકાનું કરવું રે શું ?
મીઠા મનની જ્યાં મળતી ના મહેક......

ધારદાર દૃષ્ટિએ પ્રોવાતી વાયકાઓ
છેડે આદિમ – આલબેલ
જોયા ન જોયા નો માણ્યા ના માણ્યાંનો
ભડભડતો એકદંડિયો મ્હેલ !
આદિ – અનાગતના અગવતિયા અંધારે
મરજીવા મારતા રે ઠેક !.....0 comments


Leave comment