13 - અણસારા / દિલીપ જોશી


ઉભડક વાઢું અણસારા રે અણસારા
હલે હવા ‘ને કંપે રોમેરોમ કે જાણે –
- કાગળિયાનો મહેલ –
- કે વીણજો ભણકારા રે ભણકારા.....

ખરી જતું એકાદ પાંદડું ક્ષર-અક્ષરનો વાંચે છે સંદેશ
પળો બધી છે માટી – પાટી
પળો બધી છે માટી – માટી
કોઈ અલૌકિક નભગંગાનો ઉરમાં થાય પ્રવેશ
અણોસરા અવસર છલકાતા ખોબે-ખોબે ઉલ્લેચાશે
- ધબકારા રે ધબકારા.........

સવાર જેવું ખંખેરાતું દૂર દિશાના પગલે ફૂલેફૂલ
ઝળહળ પાછળ ઉજાગરાના
ઝળહળ પાછળ ઉજાગરાના
નાક, નમણ, નકશાના કારોબાર વિષે પણ અંધારું મશગૂલ
આજ અહીં તો કાળ ક્યહીંના ચક્કર વચ્ચે ચકરાતા
લ્યો વણજારા રે વણજારા ......0 comments


Leave comment