15 - ભાવાભાસ / દિલીપ જોશી


અંધકાર પડખામાં ઢાંકો
પછી લાગલા જીવણજી તમ
પવન પલાણ્યા અશ્વો હાંકો......

કોણ સાચને ઢાંકી શકશે ?
કોણ પવનને નાથી શકશે ?
કોણ કાચને સાંધી શકશે ?
કોણ મહેકને બાંધી શકશે ?
મ્હેકે-મ્હેકે તરતર આખું જીવતર કોનું ?
પોતીકી છત નીચે સહુ અણજાણ્યા રે
કોનાં સપનાં કોણે અઢળક માણ્યાં રે ?
જીવ પલળતો હોય એટલું
ઝાકળ લૂછી રોમરોમથી
અતલ આભના આભ છલાંગો ......

પહોર ઘડી સૂમસામ થવાની
ગલી-ગલી બદનામ થવાની
આંખ છલકાતો જામ થવાની
દેર હજુ છે શામ થવાની
સાંજ ઢળે ને ઢળતું કળતું ઘરઘર કોનું ?
કોણ અભાગી જીવ નીંદરથી દાઝ્યા રે ?
કોણે મેઘધનુષો મનના વાંચ્યા રે ?
ગોરીકો થઇ ઘૂમે ફિકર
દાયેં, બાયેં, તળિયે, ટોચે

મહાવ્યથાનું ગામ છોડીને ભાગો ભાગો


0 comments


Leave comment