17 - વિદાય / દિલીપ જોશી


જ્યારે ખુશ્બૂની ઠેસ મને વાગશે !
હું તો વીખરાતી ધૂળ
મારું ક્યાં છે રે મૂળ ?
કોઈ ફૂલોના સરવાળા માંડશે....

ભર્યું-ભાદર્યું ઘર હાથ ઝાલશે
એનું ખટકે છે વ્હાલ
કંકુવરણું હો ભાલ !
કોઈ ચોમાસું આંખોમાં આંજશે ......

તેજે – તેજે તોખાર શ્વાસ ચાલશે
ચાલ્યું સગપણ વિદેશ
લઈ અંધારો વેશ
કોઈ પગલાંમાં બેડિયું બંધાવશે .....

સુક્કી પાંપણથી જન્મારો ઝારશે
ભવનું કણસે એકાન્ત
એવી વસમી છે વાત
કોઈ પોતાનો પડછાયો દાગશે......0 comments


Leave comment