18 - સ્મૃતિ / દિલીપ જોશી


ઝાંખાં પાદર – ફૂવા ઝાડ
ઝાંખા શૈશવ લીંપ્યા લાડ
ઝાંખું સાવ રે ઝળુંબતું આકાશ......

ઝાંખાં ઝમરખ દીવે શ્વાસ
ઝાંખા અવસરના ઉલ્લાસ
ઝાંખાં પાછલા પહોરનાં એંધાણ......

ઝાંખો વરસે કચ્ચરઘાણ
ઝાંખા સપનાંઓ પાષાણ
ઝાંખાં ઝાંખના અવાવરું મેદાન.....

ઝાંખા મહેલ ‘ને મકાન
ઝાંખાં ભીનાં ભીનાં ભાન
ઝાંખા ઓગળે પહાડ જેવા પહાડ.....

ઝાંખાં પાદર – કૂવા ઝાડ....0 comments


Leave comment