20 - ગીત – ૧ / દિલીપ જોશી


કોઈ પૂર્વેથી પાંપણમાં પંખીઓ પાળે છે
શહેરની રોશનીને ફોટામાં ખાળે છે

સુગાળું સ્મિત યાને ચોખાના દાણા
પૂજાઈ દેવ થયા પાદરના પાણા
નિશદિન નજર ફૂલફૂટેલી ડાળે છે...

ચોમાસે હણહણતા અશ્વો ઓચિંતા
દાઝે છે સપના ખાતા ને પીતાં
પાટું મારીને જીવ જન્નત ઉલ્લાળે છે.....0 comments


Leave comment