21 - ગીત – ૨ / દિલીપ જોશી


કોઈ કાચી રે નીંદરનો ઝાંપો ખોલે
કાંઈ સપનાં બોલે કંઈ ચહેરો બોલે

આળસની અણિયારી ઊભી બજારે
શેરી, ગલી ‘ને નગર શું શું વિચારે ?
ચપટીમાં પરવતને પાંપણ તોલે !....

પગને પૂછીને ગલી, ગામગામ ઠેકો
તણખલું હોય છતાં ટેકો એ ટેકો
ગદ્ધાપચ્ચીસીનો પથ્થર પણ ડોલે....0 comments


Leave comment