22 - ગીત – ૩ / દિલીપ જોશી
કોઈ ઢગલો વરસ્યું તો કોઈ ચપટી ચપટી
એમ મોસમ પાંગરવાની ઘટના ઘટી
આંખોથી ઝિલાણી લાગટમાં કેડી
સરવાળે ઢોલિયે ઢળી આખી મેડી
ચાવીને ઝૂડે ઝૂલે નાણાવટી .......
ટોળાના ઝંખનમાં ઝરમરતા ફૂલો
સાદું ગણિત છે કે જુઓ ને ભૂલો
તાણીને બાંધી બગીચામાં રાવટી.....
0 comments
Leave comment