23 - ગીત – ૪ / દિલીપ જોશી
કોઈ પોતાનો પડછાયો પોતે કંડારે છે
કોઈ પરપોટો ગજવે લઈ છપ્પર પોકારે છે
સરવાળે દિવસો તો ખાલી બગાસાં છે
નીંદરઘેર્યા ગઢના દ્વારે પતાસાં છે
કોઈ ફાટેલાં ખિસ્સામાં સિક્કો સંભારે છે.....
તળિયાઝાટકપણું રેલ્યું રૂમાલમાં
ટીલડી-ટચ્ચાક જ્યાં ચોડી રે ભાલમાં
કોઈ આંસુથી રંગેલી તકતી ઉતારે છે.....
0 comments
Leave comment