24 - ગીત – ૫ / દિલીપ જોશી


કોઈ નેવાંથી નભ જેવો નાતો જોડે
ભાગી ભાગીને છેક ભીતર દોડે

આંખ મીંચીને જોયું તો મારગ સીધો
દાખલો એક અઘરો એમ સઘરો કીધો
આપી એંધાણી એણે મોડે મોડે.......

પવન પાતળિયો ‘ને કાયા પરદેશી
જીરણ ઓછાયાના ગઢમાં પ્રવેશી
રૂપ કસ્તુરી હોય એમ ટીલડી ચોડે.....0 comments


Leave comment