25 - ગીત – ૬ / દિલીપ જોશી


કોઈ સમરથનો દોષ જોઈ આગળ વધ્યાં
મર્મ ભેદયાં વચન કોઈ પાછળ વધ્યાં

આભ અઢળક અજાયબ ને પાટી કોરી
આપણા હાથમાં ક્યાં છે હીરાદોરી ?
ક્યાંક ખાંભી ખોડી ક્યાંક અંજળ વધ્યાં

પ્રશ્ન પલપલ ઝરે સ્મિત જેવા જાણે !
નામ કોનું લખાયું છે દાણે – દાણે ?
આંખ ઝીલી શકે એવાં વાદળ વધ્યાં.....0 comments


Leave comment