26 - ગીત – ૭ / દિલીપ જોશી
કોઈ તાળું મારીને જીવ રાખે જતનથી
ફિકરની શાલ સતત લીપટાવી તનથી....
જાણ્યું છે પેટ અરે કોણે પાતાળનું ?
ક્યાં છે રે મૂળ સારા સોનેરી ઢાળનું ?
દીવો ન હોલવાતો સરસર પવનથી.....
મુઠ્ઠી ખૂલી તો મળી સોનાની ગીની
ગાંઠે ગરથ સહુ લેશે રે છીની
છુટ્ટા પડ્યાં હો એવું લાગે વતનથી......
0 comments
Leave comment