28 - ભાઈ રે હું તો / દિલીપ જોશી


ભાઈ રે હું તો કાગળિયો રે કાગળિયો રે કાગળિયો રે
જોત – જોતામાં કોઈની અમથી ફૂંકથી ઊડ્યો –
- વંટોળિયો રે વંટોળિયો રે વંટોળિયો રે.......

હેતના દોથે દાન દીધાં ‘ને અક્ષર એકે પાડ્યા નહીં ને પાટી કોરી
માણસ ઉર્ફે ફૂલડું ઉર્ફે પૂંમડું છે અત્તરનું એથી ખુશબો ફોરી
અધઝાઝેરી ઊંઘમાં આઠે – પ્હોર ઝબૂક્યો –
- શામળિયો રે શામળિયો રે શામળિયો રે......

આંખને એવી લગની લાગી કોઈ લખો રે વાત મજાની પરપોટાની
કાગળના ક્યાં તૂટ્ટા છે ભાઈ લખવી હોય તો વાત લાખો રે ગલગોટાની
કલમના એક ઝાટકે રોમેરોમ ઝનકતી –
- ઝાંઝરિયો રે ઝાંઝરિયો રે ઝાંઝરિયો રે.....0 comments


Leave comment