29 - અનુસરણ / દિલીપ જોશી


અવાજનો ઓછાયો અમને દોરે છે ઢંઢોળે છે
જલતરંગ જેવું હર સપનું મન જેવું મન ડહોળે છે......

શબ્દ એટલે અહોરાતનો કોઈ અજાયબ રણકો !
બંધ પલકમાં સજીવ થાવો વૃંદાવનનો ટહુકો !
પદમપાંદડી વચ્ચે ઊઘડી આંખ ગોવર્ધન તોળે છે......

પગરવની લયલિપિ જાણે મન-પુસ્તકનું પાનું !
હશે ટેરવે આંખો કે શું દસ્તકમાં જોવાનું ?
સજી સજી ઋતુ પગલાં માંડે કળી – કળી રસ ધોળે છે......0 comments


Leave comment