31 - ઇજન / દિલીપ જોશી
આવ, તો રૂંવેરૂંવે ડૂબીને આવ....
કેટલું ઊંડાણ મારી આંખ્યુંમાં છે એ તું –
- દરિયો દોરીને બતાવ !....
હાથ કોઈ મઘમઘતો કિસ્સો બન્યા !
કે આરી ઝંખા ઊડે છે આઠે – પ્હોર ?
આભ જેવું આભ મને સાંકડું પડે છે
એવું ઊડ્યું બુમરાણ ચારેકોર !
પંખીથી અદકેરું પીંછાનું વ્હાલ
સતત લાવી શકે તો તું લાવ.....
પાન – પાન સોંસરવી કિરણોની જાળી છે
પાછળથી પ્રગટે પહાડ !
મોસમના ઝાટકાઓ ખાઈ ખાઈ ઊઘડે છે
કંકુના કનખી કમાડ !
ખરીઓથી લખ્યા છે ગીત કોઈ ગાયોએ
ટહુકાથી તરતું તળાવ......
0 comments
Leave comment