32 - એકલપીડના ઓછાયામાં / દિલીપ જોશી


આ ઝાંખું-પાંખું અજવાળું પહાડોની પાછળ દીવો થઇ રેલાય
ધીમેકથી કોઈ ઝાંઝરનો ઝનકાર ખીણમાં ઓઝલ થાતો જાય....

કોડના કાંઠા એટલા છલ્યા બેય બાજુથી કોડનું આવ્યું પૂર
ઘરમાં હોઉં ‘ને લાગતું મારા પડછાયામાં ઊગ્યું વન ઘેઘૂર
દીવાસળીની પડખે કોઈના સથવારાના વરસો પેટી જાય......

અંધારે તિરાડ પડી ‘ને અજવાળાનું ટોળું આવી તિરાડને દે હાથ
સાવ સુક્કાતું ઝાડવું શમણે પાંદડાં ભરે એમ ભરું હું એકલતાને બાથ
ફરી પાછી એક સાંજ ઢળ્યાની લાગણી મારા ચહેરા પર અંકાય....0 comments


Leave comment