33 - યાદ / દિલીપ જોશી


ધત્તતેરીકી લેણદેણના સહુ સરવાળા પૂરા
ખિન્ન હવામાં વેરું લુખ્ખા આશ્વાસનના ચૂરા.....

હાથ પારકો, જીવ પારકો, પારકાપણું કેવું ?
ભરીભીડમાં શીદને શોધું હું પણ માણસ જેવું ?
આંખ વરસતાં શબ્દ બનીને લખશે ગીત અધૂરાં ......

હસતા ચશ્મા, હસતી છાયા, રોગ હતો હસવાનો
સ્થિર થયા પગ ઘટમાં ત્યાં તો સમય થયો ઊડવાનો !
ડગમગ ડગમગ પગ મંજિલ પર પહોંચ્યા રે વ્હેલ્લૂરા !

(દિનકરભાઈની આખરી વિદાય વખતે, તા.૧૫/૧૧/૭૮)0 comments


Leave comment