34 - તારી આંખ / દિલીપ જોશી


તલ્વાર્યું વીંઝાતી હોય એમ વીંઝાતી જાય
તારી આંખ તારી આંખ તારી આંખ
તણખલાથી તો પરવત સમી શેં ઝીલી ઝીલાય ?
તારી આંખ તારી આંખ તારી આંખ.......

ક્યારેક લેલ્લુરપણું, પાંગરતું આખ્ખા યે
ડિલમાં કે ખેતરમાં થોકથોક !
લૂટ્યું છે ફાવે એ રીતે એકાન્ત
ખુલ્લેઆમ, નથી ફૂલોની રોકટોક
વરણાગી દિવસોમાં જળનો પર્યાય ગણી ઘટઘટ પીવાય
તારી આંખ તારી આંખ તારી આંખ........

ભીનો રૂમાલ ધરી કીધું કે માની લે
આના જેવું જ છે ચોમાસું
સુક્કું થવું ‘ને પછી લીલ્લું થવું ‘ને ફરી
સુક્કું એ છેવટનું પાસું !
ભવભવના ભોગળ ખોલી ‘ને મારા સોંસરવી ઊતરતી જાય
તારી આંખ તારી આંખ તારી આંખ........0 comments


Leave comment