35 - ખિલખિલ ખિલખિલ થઇ / દિલીપ જોશી


ખિલખિલ ખિલખિલ થઇ ખોબે ઝિલાઈ ગયો
હિજરાવું શું છે ‘નો ઢંઢેરો લજવાતા ચહેરાથી ગામમાં પીટાઈ ગયો !

પગમાં આખુંય ગગન આળોટે અણસારે એવી છે ઝાંઝરની વાચા
કુમકુમની છાલ્લકથી ચહેરો લીંપાઈ ગયો પળમાં એ સથવારા સાચા
ઝરમરતા સુખમાં ‘ને સુખમાં શુકન થઇ પડછાયો ઘટઘટ પીવાઈ ગયો !

ફૂલોથી ફાટફાટ વાયરો ઓઢીને એક ટહુકો પણ નભને નચાવે !
મોસમનું ઇજન તો એવું કે પંખીઓ સામે પૂરે ય અહીં આવે !
ઋતુઓનો વાયસ કંઈ રેલાતો ઢાળ બની રૂંવેથી રગરગ ફેલાઈ ગયો !

ખિલખિલ ખિલખિલ થઇ ખોબે ઝિલાઈ ગયો.......0 comments


Leave comment