36 - કમલપત્રશી આંખો ઊઘડી / દિલીપ જોશી


કમલપત્રશી આંખો ઊઘડી
દશે – દિશાઓ વરુણાંચલની આંગળીએ અડકી –
- કે અવસર બની ગઈ હર ઘડી......

ભૂર્જપત્ર પર લખી વાત કો’ પલકારામાં
શતશત ભાલે ચમકારાઓ વે’રે
લાજવંત બાનીમાં ખિલખિલ હસુહસુ શબ્દો
આ ક્યાંથી મૌનગઢને ઘેરે ?
ગગન – ધરા પર ઝરમર વરસી ભવભવ તરસી
કનકકુંવારી નજર પુષ્પ પર પડી......

અત્રતત્ર એકાન્ત ફરકતું અને ડાળખી હલે
અને કો’ભીંજાવી દયે ઝાંઝરરેલો
અઢળક વરસો અણસારેથી વીતી ગયાનું ભાન
ખનકતાં કંકણથી હડસેલો
પ્રહર પ્રહર મૂંઝારે ભડભડ પ્રથમ પ્રથમ
ચકચાર થયાની ઝીલજો કડીએ કડી !0 comments


Leave comment