42 - દર્શન / દિલીપ જોશી


દર્પણમાં આખ્ખાયે જંગલનું ફાટફાટ મઘમઘ એકાન્ત ખૂલી જાય છે
કોઈ પછી હરણા-શુ પલકારે મીત બની પોતીકું ઘર ભૂલી જાય છે

સાંજકને સથવારે પહાડોના આછરતા પડઘાનો લય મને વાગતો
ઝાંઝર પહેરેલી એક ઊતરતી કેડીને નભનો અંધાર રૂડો લાગતો
મનવાંચ્છિત સપનાંનાં અઢળક આકાશ નીચે માણસ ચિક્કાર ઝૂલી જાય છે

એકાદો માણસ પણ ટોળું થઇ બેઠો છે સિગરેટના છેલ્લેરા કસમાં
અંધારું ઊતર્યાનો હળવો રોમાંચ લઈ પંખીઓ ઊડ્યાં નસનસમાં !
રોમરોમ છલકાતા એકાદા ફૂલ સાટે આખ્ખોયે ભવ તૂલી જાય છે



0 comments


Leave comment