44 - એકલતા / દિલીપ જોશી


એકલતા સૂનમૂન ઓરડો રે ખાલી ઓરડો રે
એમાં અઢળક વિચાર
ભીંત્યુની આરપાર પારણું રે ઝૂલે પારણું રે
કોળે નજરુંનો ભાર

લજ્જાએ લાલલાલ આંગણું રે ખીલે આંગણું રે
એવો આવ્યો અણસાર
સહિયરનું એ છે સંભારણું રે કંઈ લોભામણું રે
રાધે રાંધો કંસાર

વીરાનો વટ્ટ વાય વાયરે રે સૂને ડાયરે રે
ભાભી ખોલો રે દ્વાર
પાગલ પતંગિયાના દેશમાં રે જોગી વેશમાં રે
ઊડ્યો જીવતરનો સાર

તલ્વાર્યું ખૂટલ અવકાશ છે રે નભ ઉદાસ છે રે
મને ધીંગાણે ધાર
માનીતો મનખો ન માણતી રે ખૂણો પાળતી રે
ઊગે કાયમ સવાર0 comments


Leave comment