45 - પ્રતીક્ષા / દિલીપ જોશી


બાજોઠની જેમ ઢાળી આંખ્યું રે આમની
રેલાયો ઝરમરતા ઝાંઝરનો ઢાળ.....

શ્રાવણ વહ્યા રે કાંઈ કેટલાં ન જાણું
બારસાખે બેઠો છે ચંપાનો છોડ
આભલામાં જોઈ આખું મલક નિહાળું
જાણતલ હોય એ તો જાણે આ કોડ
ટહુકાની પાળ ફાગણ ફેંકે છે કાંકરી
‘ને ફેલ્યું લજવાવું રગરગ પાતાળ.....

ઊઘડે કમાડ કે આ ધ્રૂજે અજવાળિયું
ધ્રૂજે છે સપનાનું મહેક્યું ગગન
પાછું ફર્યું હો કોઈ પંખી નિજ માળે
એવું કળાય ક્યાંથી ખિલખિલતું મન ?
આવશે ‘અષાઢ’ એવી માની’તી માનતા
મહોરી ઊઠી રે ફરી આંબાની ડાળ......0 comments


Leave comment