46 - ઓરતા / દિલીપ જોશી


કેસર – ચંદન ચોળે ઝીણાં ઓરતા રે ઓરતા
ડેલી ઊઘડે ભીની – વાને
સોળે સજ – સાંજ સાનેભાને
રૂંવેરૂંવે પંચમ – પાણી ડોલતા રે ડોલતા....

ગાલે લટકા લીટા તાણે
કુમકુમ કોળે કૂણે ટાંણે
કામણ કંચન – કનકવો તો
હેતે હેતે ઊડે જાણે
શેરી, ચૌટા મોંઘુ મલકી બોલતાં રે બોલતાં......

આંખ્યું વણવંચાઈ વાતો
નામે ઠામે નોંધે નાતો
કોડે – ઘોડે પ્હેલે પગલે
ફોરમિયો ફળિયે ફેલાતો
રૂડા અવસર દલદરવાજા ખોલતા રે ખોલતા.......0 comments


Leave comment