49 - વૈશાખી સ્વપ્ન / દિલીપ જોશી
આંખમાં રંગભીની ગુલાલી ભરી
સીમથી ઘર ભણી દૃશ્ય ઊડ્યું
સાંજ હલાવે રહી આવતી પાશમાં
ને અગોચર જાગે લક્ષ્ય ઊડ્યું .....
પાંખ ભીની થતી માત્ર છાંયા થકી
એમને જળ વિષે હેત સાચું
સાવ કોરું રહી તાગશે શું સકળ
પાર ક્યાં ઊતર્યું ઠામ કાચું ?
માણવું એટલે તરબતર થઇ જવું
દિશદિશા વીંધતું સત્ય ઊડ્યું.....
કોઈ વૈશાખનું બારણું ખોલતાં
ઝાંખશે દૂર વરસાદ જેવું !
દૃષ્ટિ છે જેમની પાર પાષાણની
એમને જળ મળ્યું યાદ જેવું !
આંગણું મ્હેકતી ફૂલદાની હશે
આયખું સ્વપ્નવત્ ભવ્ય ઊડ્યું.....
0 comments
Leave comment