58 - ઓણુંકો ફાગણ / દિલીપ જોશી
ઓણુકો ફાગણ જીવ ઝટકે દેવાય મળે મોરપીંછ જેવું પગેરું રે લોલ
સાચુકલું સગપણ હર ટહુકે લખ્ખાય મળે મોરપીંછ જેવું પગેરું રે લોલ
હાથ કોઈ ખાખરાનો ખડચીતરો પહેરો છે મર્મર પર મંજરીનો ઢોળાયો ઢાળ
અધખીલી કળીઓ પર મંડરાતું આભ જાણે બાળકની રાખે છે નજરું સંભાળ
પોતીકી પગદંડી ઘટઘટ ઘેરાય મળે મોરપીંછ જેવું પગેરું રે લોલ
આંગળી ચિંધાડપણું વાટવાટ વકરેલી વાચારત ઘટનાની સણસણતી બૂમ
વરણાગી રંગ ઢાંક્યા ઢંકાય શે’રે ? મોસમ છે ઝૂમઝૂમ આંબાની લૂમ !
સૂની મેડીને પગલાનો કેફ ચડી જાય મળે મોરપીંછ જેવું પગેરું રે લોલ
0 comments
Leave comment