66 - અજવાળું / દિલીપ જોશી


આંખ મીંચીને ખોળું
અજવાળું રે અજવાળું

લ્યો ચપટી ચપટી ઓળું
અજવાળું રે અજવાળું

ઝાકળ ઝાકળ ઢોળું
અજવાળું રે અજવાળું

સાંજ પડયે થયું ડહોળું
અજવાળું રે અજવાળું

કબૂતર જેવું ભોળું
અજવાળું રે અજવાળું

પાંપણ જેવડું પહોળું
અજવાળું રે અજવાળું
0 comments


Leave comment