68 - દુષ્કાળ / દિલીપ જોશી


વીતકનો ખરખરો રે કરવો શું ?
કે થઈ ગઈ સીમ બોડકું ઘેટું !

પડછાયાનું ગામ ધ્રુજતું
સૂરજ નમે જાસો પડતાં
તળાવડી રે શરમબ્હાવરી
ઠીબ બની ગઈ ઠેબે ચડતાં !
જંગલ તો છેલબટાઉં છોરું
ટેબલ, ખુરશી, કબાટ વચ્ચે બેઠું !
સજી સજી ટેકરીઓ તબકે
દારુણ વિધવા વેશે
દોમદોમ ઠકરાત દૂઝતી
આં ખ ડી ઓ ના નેસે
માલિકની મરજી કે પંડયના પાપ કરાવે
ઠા કો ર જી ને વેઠું !
0 comments


Leave comment