69 - ફૂલો + ફૂલો.... / દિલીપ જોશી
ફૂલો વત્તા ફૂલો વત્તા ફૂલો એટલે ફૂલદાની
જરડપણું જંજાળ બને તે પ્હેલા લુંટો જિંદગાની
ઝંખો સઘળી ખુશી ઝબોળી
રસ્તા, બારી, પડદાઓ
ઝળઝળિયા ઝટકોરી ઘૂંટો
ઘેનઘૂઘવતા સપનાઓ
અમલસુગંધે તરતર થઈને ખ્વાબ ધરો રે સુલતાની
માટી, ફોરમ, દૃશ્યો, પુષ્પો
પ્રાંગણ પુલકિત છલકાતું
આરત વેળા ગગનગોખથી
સુખ સોનેરી મલકાતું
પિંજરના પંખીની ઈચ્છા ગળાબૂડ ક્યાં ઊડવાની ?
0 comments
Leave comment