71 - અદના આધારપીર... / દિલીપ જોશી
હો..... હો.....
અદના આધારપીર હોજી રે હોજી રે હોજી...
તાણી હંમેશ એક તેજીલી ટેવ લઈ
જળ પર એક જળની લકીર
હો.....અદના આધારપીર હોજી રે હોજી રે હોજી...
ઓણુકી ખેપ થાક મૂળથી ઉખાડશે
ને મબલખ મોતીડાંની ઊડશે રે સેર
હેલ્લીયા માલી કેરા પડછંદે પડછંદે
સિંદૂરી થાપા ઘેરાય ઘેર – ઘેર
પૂર્યા રે પ્રાગટથી પરવાળુંચીર....
મોજાં તો માવતર જેવાં મળતાવડા
તે હોડીને તેડે છે બાળકની જેમ
સાંજુકી ભરતીનો શુકનાળો રંગ રાજ,
રુંવેરુંવે થી ઝરે મદમાતો વ્હેમ !
દોઢી-નો દીવો કૈં ઝબકે અધીર....
હો...અદના આધારપીર હોજી રે હોજી રે હોજી...
0 comments
Leave comment