73 - જ્ઞાન / દિલીપ જોશી


રે જીવ મ્હેકે તે સાચું મહકવું છો’ને છલછલ છકેલ હો બગીચા
રે જીવ પલળે તે સાચું પલળવું છો’ને ચોમાસાં થાય ઊંચાનીચા

રે જીવ તરસે તે સાચું તરસવું છો’ને ચૂમે તળાવ પાની-પાની
રે જીવ સ્પશેં તે સાચું પરશવું છો’ને ઐયાશી હોય છાનીમાની

રે જીવ મલકે તે સાચું મલકાવું છો’ને કંકણ તૂટયાની ઘડી વા’તો
રે જીવ છલકે તે સાચું છલકવું છો’ને પાંપણ અષાઢ બની જાતી

રે જીવ ઝનકે તે સાચું ઝનકવું છો’ને રુદિયાના તાર તાર તૂટે
રે જીવ ખટકે તે સાચું ખટકવું છો’ને તેજીલા તોર કંઈ ખૂંચે

રે જીવ અટકે તે સાચું અટકવું છો ’ને પૃથ્વી અંકાશ ચાલ ચાલે
રે જીવ છટકે તે સાચું છટકવું છો’ને અગ્નિ, વાયુ ય હાથ ઝાલે !0 comments


Leave comment