75 - સ્મરણ / દિલીપ જોશીકોઈ પાળે છૂટ્ટેલો પથ્થર એકાન્તમાં સ્મરણો થઈને મને વાગતો
પંખી સહિત ડાળે-ડાળો ઊડે છે એવું નભ નિરાકાર ચણી આપતો

ફૂલપાંદડી સમા શૈશવને ખોબામાં ઝીલું તો હાંકોટા દેતું વતન !
વાગે છે વરણાગી વાંસળી રે રોમ રોમ એવું એંધાણ દિયે અમથો પવન!
સોનેરી કાળ મારા કાળજે બેસીને રાજ, રાનેરી અવસર આલાપતો

પાંપણના બોલે બંધાયાનું સુખ, ભીની રેતીની પગલીમાં મળશે કે કેમ ?
વારતાની કુંવરીનું ખાંડું રે આવ્યાની ખબરુંમાં ખાળ્યો આષાઢ જેમતેમ
હીરાકણી લઈ મોસમનો મૂંઝારો માતેલા દિવસોને આડેધડ કાપતો !0 comments


Leave comment