76 - મનવા / દિલીપ જોશી


આવ, ટહુકતું મન લઈ મનવા !
રાત – દિવસ પળ પગલે પમરી
સરે સ્વર્ગ સજનવા !....
મોસમ છે કે હસ્તરેખ છે
કોણ કરમ કંડારે ?
પ્હોંચ પ્રમાણે ઝોળી ઝટકી
સુખ સળવળતું દ્વારે !
ખેલ ખૂબીથી ખેલી નટવા !
આવ, ટહુકતું મન લઈ મનવા !
પાણી વચ્ચે પરપોટો છે
આંધી વચ્ચે દીવો !
આભ-ધરાના બે પડ વચ્ચે
મૂચ્છ મરડતા જીવો !
મુગ્ધ મુસાફિર આવ્યો ફરવા...
આવ, ટહુકતું મન લઈ મનવા...0 comments


Leave comment