77 - સમજણ / દિલીપ જોશી


હેઈ પ્હેરણ ફાટયું છે હેઈ સીવો રે સમજણ.....
હેઈ પડછાયે પાંગરતા સહુસહુના સગપણ....

હેઈ ગાંઠે ગરથ હેઈ હૈયું તોખાર છે
હેઈ મુઠ્ઠીમાં જકડેલો સિક્કો સરકાર છે
હેઈ સામે છેડેય શુદ્ધ સોનેરી વળગણ....

હેઈ મર્મરમાં હોય હેઈ મઘમઘતી વારતા
હેઈ અવળું એકાન્ત ઉર સોંસરવું ઝાંખતા
હેઈ આંસુના ટીપામાં વહી આવ્યું ભોળપણ....0 comments


Leave comment