78 - અનુભૂતિ / દિલીપ જોશી


એક તણખલે નભ તોળાયું !
કુંજડીઓના પગલે પગલે
સરોવર મનોહર મલકાયું

જલ છે કે જલધિદલ યારો
આંખ અવિરત ઊડતી
સોનલવરણી કોઈ વનિતા
ઘાસ વચાળે બૂડતી
બંધ પલકમાં પૂરી દીધેલું
દૃશ્ય નિરંતર સચવાયું

હરખ – હરખ હડદોલે ઝૂલ્યા
જળમાં ઝળહળ દીવા !
કોણ લલાટે લખી આવશે
ઘન ઘટઘટ ઘટ પીવા ?
કાળ ફરી કોલાહલ કળશે
મુગ્ધ પળે મન હિજરાયું

(નળ સરોવરની અનુભૂતિ તા.૨૬/૦૧/૧૯૮૬)


0 comments


Leave comment