79 - સાંમે કાંઠે / દિલીપ જોશી


ભર ચોમાસું ઓઢી ચકલી ઝંખે ઝીણો તડકો
- એને જીવ ગયાનો ફડકો
- ચકલી જેવું સહુને થાય .....

એક ટીપાંથી સાગર પામ્યો
સાગરથી એક મળે ન ટીપું
અવસરની છાલ્લકથી ચહેરો
તોય હરખથી કાયમ લીપું
રેતીની મુઠ્ઠી ભરતાં તો સમય આંખમાં સરતો
- એ કળીઓને ફૂલો ધરતો
એવું કૌતુક ફાડી ખાય .....

કાગળની એક હોડી લઈને
જળ ઊતરવું સામે કાંઠે
એક લીલ્લેરું પાન થઈને
ખરખર ખરવું સામે કાંઠે
પળ પછીના અજવાળાની વાટ પકડશે પગ
- અહીં છે અંધારાના ઢગ
અચાનક સૂરજ ઊગી જાય.....0 comments


Leave comment