84 - જન્મ (એક આછેરી વીથિ) / દિલીપ જોશી
નૈન નીચોવી ઘનઘેરાતું પથ-પરવાળું પોતું
પંડ ગુલાબી નભ ખોતરતું મોંસૂઝણું ઘર ઘર ધોતું
ધુમ્મસ-ઉર આલિંગી પકડે ચિત્તઝાંઝરી કેડી
અડધી કોખે ઉજાગરો લઈ વાટ વિહરતી મેડી
ખિલખિલ કરતું સુખ સુંવાળું ઊજરે રે મૂલસોતું !
અહીં પાણી ત્યાં પરપોટો છે કયાંક શુકનરત રેલો
ઢાળ ઊતરતી હરિયાળીએ ઢોળ્યો મધમધ થેલો
લજાવાવું, લ્હેરાવું પાછું જનજીવનનું હોતું
0 comments
Leave comment