85 - મૃત્યુ / દિલીપ જોશી


તાળવે ઘીનો ઘસરકો કર્યો કે બરેમેઘનું આવ્યું પૂર
ભફાંગ દઈને ઓરડો તૂટયો, સપનાં થયા ચૂર !

ટહુકે ટહુકે ગુંજતા રગેરગથી ફળિયે વરસ્યું રે એકાન્ત
ભર્યા ભવનો સાથ ઝબકતો હોય એવો કણસાટ કરે છે
સાવ નોધારી રાત !
શ્વાસથી લગોલગ હતું તે પંખી શાને પલકારામાં
ઊડયું જોજન દૂર ?
નામનો ફણગો ફૂટયો એવો તૂટયો જાણે પરપોતાનું પોત
ધૂપ-ધુમાડે અક્ષરપુરના લેખ ઉકલતા જાય નભે એમ અંગૂઠાથી
પ્રસરી જયોતેજયોત
આપણાથી કોઈ અળગું અળગું લાગતું એવા સહુએ ઘૂંટયા
આંખડીએથી સૂર !
ભફાંગ દઈને ઓરડો તૂટયો, કંકણ તૂટયાં, સપનાં થયાં ચૂર
0 comments


Leave comment