28 - કાગળ લખીએ રે – ગીત / નયન દેસાઈ


શીદ એકલતા સંધાય કલમના બખીએ રે ?
કૈં લખવા જેવું હોય તો કાગળ લખીએ રે !

અક્ષરના ફળિયે હાહાકાર કે શબ્દો મૂંગામંતર,
ધોરી નસ તૂટી સ્વસ્તિશ્રીની, લિખિતંગને થયું ભગંદર,
આંસુના કાચ ફૂટે એ ભીની ઘટના જોઈ હરખીએ રે....

શુભ-લાભ રડે ચૂપચાપ કે સાંકળ ડૂસકાં ગણતી,
સ્વસ્તિકે ગાળ દીધી ઉંબરને કોઈ સણસણતી,
બર્ફાળ પછેડી ઓઢી ફરીએ ઘરમાં તો ય તણખી એ રે....

ડૂબતા સૂરજની જેમ હવે દિવસો આથમતા,
અમે ફૂંકમાં દીધી ઉરાડી શ્વાસોની લગભગતા,
કરી નેજવું પોતાના પડછાયાને ઓળખીએ રે....0 comments


Leave comment