૪૪ - रागमाला (૩) સારંગ રાગિણી – ગઝલ / નયન દેસાઈ


ઘડો સ્તન-છુટ્ટા વાળ પ્રવાહો તણાય આ... આ...
વળી –બસ જન્મો-જવાળ તરાપો ફિણાય હેઈ.. હા...

ઘડો – છળ – જુઠ્ઠા આલ – સવારોસવાર આ... આ...
પડ્યો ઢગ – વસ્ત્રજાળ ખલાસી વણાય હેઈ.. હા...

વળી – સ્તન – મૃત્યુફાળ – ખરેખર ખલાસ આ... આ...
ધડોધડ – ગાળેગાળ હજારો ગણાય હેઈ... હા...

હાથ – ગર્ભ – છુટ્ટા વાળ – લિસોટો – લાપાક આ... આ...
અને – ઢગ – જનમનાળ પ્રવાહો ચણાય હેઈ... હા...

વળી વળીને સ્તનમાંથી ને ધડમાંથી ઢગમાંથી ને
ગાળે ગાળે જુઠ્ઠા આળ, મૃત્યુફાળે, ફીણ ફીણાતા

રગરગમાં જો ચણાય લિસોટા ખલાસ ખલાસી
સ્તન ફૂટે છે ઘડો ફૂટે છે ડૂબે તરાપો

ઊંડાણ જ મળે ભાળ આ... હેઈ... હા....



0 comments


Leave comment