72 - ભીંત દર્પણની / ચિનુ મોદી


એક પીંછાને હવામાં ઊગવું પડશે
આપને ભીના અવાજે બોલવું પડશે

છે નથી ના ગાઢ ધુમ્મસને સમજવું શું ?
પ્રશ્ન કરવો ને જવાબે પૂછવું પડશે

ભવ્યતાનાં એક સૂના મ્હેલમાં વસવું
ને ક્ષણેક્ષણ મૌન માટે ઝૂરવું પડશે

એક આખી ભીંત દર્પણની બનાવીને
શૂન્યતાના પ્હાડ પાછળ છૂપવું પડશે

આપણી વચ્ચે સમયનો પ્હાડ છે કિંતુ
એ સમયને ક્ષણ થઈ વિખરાવવું પડશે


0 comments


Leave comment