12 - કેટલાક તડકા કેટલા આકરા હોય છે [ઘઉંની ગુણ ઉપાડતા મજૂરનું અછાંદસ] / સૌમ્ય જોશી


કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં છેલ્લાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કોલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે.
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.


0 comments


Leave comment