22 - મુક્તક – ૩ / સૌમ્ય જોશી


શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે;
તું લખે છે બ્રેઇલમાં ને હાથ મારો અંધ છે.

હું તિરાડો જોઇને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આયનો અકબંધ છે.


0 comments


Leave comment