2 - ઋણ સ્વીકાર / પીંછાંનું ઘર / ઉર્વીશ વસાવડા


      મારો ગઝલસંગ્રહ આપ સૌ સમક્ષ મૂકતાં હું હર્ષની લાગણી અનુભવું છું.

       આ કાર્યોમાં મારી ગઝલો વાંચી અને તેમાંથી પસંદ કરવા ઉપરાંત શબ્દો તથા બંધારણમાં સુધારા સૂચવવા માટે મુ. વ. મનોજભાઈ ખંડેરિયાનો હું અત્યંત ઋણી છું.

      કવિ શ્રી વિનોદ જોષીએ અભ્યાસપૂર્વક પ્રસ્તાવના લખી આપી તે બદલ તેમનો આભારી છું.

      આદરણીય શ્રી મનસુખભાઈ સાવલિયાસાહેબે આ પ્રકાશનમાં ખૂબ રસ લઈને મને જે મદદ કરી છે તે બદલ તેમનો આ તબક્કે આભાર માનું છું.

      પરમ આદરણીય શ્રી તખ્તસિંહ પરમારસાહેબ તથા પાજોદ દરબાર શ્રી રુસ્વા મઝલૂમી કે જેમણે મને ખૂબજ પ્રોત્સાહન આપેલ છે તેમને વંદન કરું છું.

      શ્રી ગોપાલભાઈ માકડિયા, પ્રવીણ પ્રકાશન તથા વનરાજભાઈ પટેલ અને મિડિયા ગ્રાફિક્સનો પુસ્તક તૈયાર કરવા બદલ આભારી છું.

      મિલન સંસ્થાના કવિઓ સર્વ શ્રી પ્રફુલ્લભાઈ નાણાવટી, ગોવિંદ ગઢવી ‘સ્મિત’, સ્વ, શ્યામ સાધુ, વીરૂ પુરોહિત, જયંત ભટ્ટ ‘પલપલ’, લક્ષ્મણ દૂબે તથા કાસમ પટેલનો આ તબક્કે આભાર માનું છું.

      મિત્રો ડૉ. બકુલ બુચ, કિશન દવે, હેમંત નાણાવટી, ગૌતમ બક્ષી, રાજેશ બુચ, ડૉ. જગદીપ દેસાઈ, દેવાંશુ દેસાઈ તથા કાન્તી ઠાકોરનો હું આભાર માનું છું.

      ધબક, પોએટ્રી, લિપિ, અખંડ આનંદ, સાહિત્ય પરિષદ તથા આકાશવાણીનો પણ હું અંગત રીતે આભારી છું.

     આ ઉપરાંત મારા સર્વે કુટુંબીજનો તથા અન્ય કે જે બધાનો નામોલ્લેખ શક્ય નથી તે બધાનો ઋણ સ્વીકાર કરીને વિરમું છું.

- ઉર્વીશ વસાવડા
ડૉ. યું. જે. વસાવડા
આશીર્વાદ એક્સ-રે ક્લીનીક
એમ.જી. રોડ, જૂનાગઢ – ૩૬૨ ૦૦૧


0 comments


Leave comment