1 - લે થઈ પૂરી સફર / ઉર્વીશ વસાવડા


લે થઈ પૂરી સફર,
બસ હવે આરામ કર.

સ્વપ્ન તું વેંચે ભલે,
ઊંઘનો સોદો ન કર.

તેજ આંધી છે છતાં,
તું રચે પીંછાનું ઘર.

બંધ દરવાજા હતા,
જ્યાં પડી મારી નજર.

બહાર એને શોધમા,
એજ છે તારી ભીતર.


0 comments


Leave comment