5 - આંખ પર જો હોય આવું આવરણ / ઉર્વીશ વસાવડા


આંખ પર જો હોય આવું આવરણ,
દ્રષ્ટિગોચર થાય ના એકે કિરણ.

હર સમસ્યાઓના મૂળમાં હોય છે,
આપણી ઇચ્છાનાં માયાવી હરણ.

તું મને દેખાડજે વીંટી પછી,
મારા ચહેરાનું મને થાશે સ્મરણ.

એક પથ્થરનું નગર જીવાડવા,
છે જરૂરી કેટલાં ધૂલીત ચરણ.

બાણશય્યા પર સૂએ છે એ સદા,
હોય છે જેની કને ઇચ્છા મરણ.


0 comments


Leave comment