114 - સ્હવાર / ચિનુ મોદી


ફિક્કા પડેલા
ઓરડાની આંધળી આંખો ઉપર
ધીમેશથી ચૂંબન
હવા ઝીલી રહી સ્પંદન
સ્હેજ જ હલ્યું નળિયું
અને આખોયે મારો ઓરડો
ભરચક સુંવાળા સ્મિતથી.

ફફડાટ....
પાંખો વીંઝતું
(મારા વિશે છૂપાયેલું)
ઘૂવડ ઊડ્યું.....


0 comments


Leave comment