115 - છેલ્લું કિરણ / ચિનુ મોદી


સૂર્યનાં છેલ્લા કિરણની ચાખડીના રવ
હજી આ ઓરડામાં –
હું વાંચવામાં વ્યસ્ત
પડતાં ઝાંખ ઊભો થાઉં
ને સ્વીચ પર મૂકું જ્યાં હાથ
કે અંધાર એવો
ગોઠવાઈ જાય
મારા ઓરડામાં –
હું ઓરડામાં
ઓગળી જાવા મથું.


0 comments


Leave comment