61 - ૨૮ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      થાય છે થોડા દિવસ ક્યાંક જતી રહું. આજે છાપામાં જાહેરાત છે. કેન્દ્રીય હિંદી નિદેશાલય દ્વારા આગામી મેં-જૂન માસમાં અહિંદીભાષી હિંદી નવલેખકોનો શિબિર યોજાનારો છે. અરજી કરવાની છેલ્લી તારીખ પંદરમી માર્ચ છે. ક્યારેક કવિતા જેવું, બે-ચાર તુકબંદીઓ થઈ જાય છે. જવાની ઈચ્છા થાય છે. એ બહાને કંઈક બહાર નીકળાશે.0 comments


Leave comment