62 - ૨ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      પહેલાં સાંભળ્યું હતું, હવે પ્રતીતિ થતી જાય છે – પીએચ.ડી. એટલે નેવું ટકા મજૂરી અને એમાં ય તમારા સાત જન્મનાં પુણ્ય સંચિત થયાં હોય તો જ તમને સારાં ગાઈડ મળે અને ગાઈડ ડીગ્રી મળે ત્યાં સુધી સારાં રહે.

      આવતી કાલે યુનિવર્સિટી રિસર્ચ સ્ટુડન્ટસ યુનિયનની મિટિંગ છે. કેમેસ્ટ્રીમાં રિસર્ચ કરતી વિજયાશ્રીનો પ્રોબ્લેમ છે. મદ્રાસમાં શિક્ષકની નોકરી કરતા પિતાની વચેટ દીકરી શ્રી યુ.જી.સી.ની સ્કોલરશિપ મળી એટલે ચાર વર્ષ હોસ્ટેલમાં રહી શકી. એના ગાઈડે એને ઘરના સભ્યની જેમ સાચવી. એ જ એના લોકલ ગાર્જિયન હતાં. પરંતુ આજે ? શક્ય છે શ્રીને ન્યાય માટે ઉપવાસ પર ઊતરવું પડે !

      શ્રીની થિસિસ તૈયાર છે, પરંતુ તેના ગાઈડ એક વર્ષ પછી સબમિટ કરવાનું કહે છે. એમની એક પ્રિય અને સિનિયર છાત્રા આ ઓગસ્ટમાં થિસિસ સબમિટ કરવાની છે. લગભગ તાં માર્ચમાં વિભાગમાં લેક્ચરરની જગ્યા થવાની છે અને એના માટે આ બધું થઈ રહ્યું છે ! ખિન્ન થઈ જવાય છે.....


0 comments


Leave comment